એન્ટરટેઇન્મેન્ટ

મંત્રીમંડળે ભારતમાં ડાયરેક્ટ ટુ હોમ (DTH) સેવાઓ પૂરી પાડવા માટેની માર્ગદર્શિકાઓમાં સુધારાને મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારતમાં ડાયરેક્ટ ટુ હોમ (DTH) સેવાઓ પૂરી પાડવા માટે લાયસન્સ લેવા સંબંધિત માર્ગદર્શિકાઓમાં સુધારો કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આ નિર્ણયની મુખ્ય વિશેષતાઓ અહીં ઉલ્લેખ કર્યા અનુસાર છે:

  1. DTH માટેનું લાયસન્સ હાલમાં 10 વર્ષ માટે આપવામાં આવે છે તેના બદલે હવેથી 20 વર્ષના સમયગાળા માટે આપવામાં આવશે. લાયસન્સનો સમયગાળો એક જ વખતમાં રિન્યૂ કરીને 10 વર્ષ વધારી શકાશે.
  2. લાયસન્સ ફી GRના 10%માંથી સુધારીને AGRના 8% કરવામાં આવી છે. AGRની ગણતરી GRમાંથી GSTની કપાતના આધારે કરવામાં આવશે.
  3. લાયસન્સ ફી હાલમાં વાર્ષિક ધોરણે લેવામાં આવે છે તેના બદલે ત્રિમાસિક ધોરણે લેવામાં આવશે.
  4. DTH ઓપરેટર્સને મંજૂરી આપેલ પ્લેટફોર્મ ચેનલો પ્રમાણે તેમની કુલ વહન ક્ષમતાની ચેનલોમાંથી મહત્તમ 5% સુધી પરિચાલનની મંજૂરી આપવામાં આવશે. DTH ઓપરેટર પાસેથી પ્રત્યેક PS ચેનલ માટે ફક્ત એક વખત નોન-રિફંડેબલ રજિસ્ટ્રેશન ફી પેટે રૂ. 10,000 લેવામાં આવશે.
  5. DTH ઓપરેટરો વચ્ચે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વહેંચણી. DTH ઓપરેટરો જો DTH પ્લેટફોર્મ અને TVચેનલનોના ટ્રાન્સપોર્ટ સ્ટ્રીમની સ્વૈચ્છિક ધોરણે વહેંચણી કરવા માંગતા હોય તો, તેમને મંજૂરી આપવામાં આવશે. TV ચેનલોના વિતરકોને તેમની સબસ્ક્રાઇબર વ્યવસ્થાપન પ્રણાલી (SMS) અને શરતી ઍક્સેસ પ્રણાલી (CAS) એપ્લિકેશનો માટે સહિયારા હાર્ડવેરની વહેંચણી કરવાની મંજૂરી આપવામાં આવશે.
  6. વર્તમાન DTH માર્ગદર્શિકાઓમાં રહેલી 49% FDIની ટોચ મર્યાદાને સમય સમયે સુધારવામાં આવતી FDI અંગેની વિસ્તૃત સરકારી (DPIIT’s) નીતિને અનુરૂપ કરવામાં આવશે.
  7. આ નિર્ણય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સુધારેલી DTH માર્ગદર્શિકાઓ તરીકે અમલમાં આવશે.

પ્રસ્તાવિત ઘટાડો ટેલિકોમ ક્ષેત્રમાં લાગુ થવા પાત્ર લાયસન્સ ફી કરકાયદાને અનુરૂપ કરવા માટે છે અને તે સંભવિતપણે લાગુ થવા પાત્ર રહેશે. તફાવતના કારણે DTH સેવા પ્રદાતાઓને વધુ કવરેજ માટે રોકાણ કરવા માટે સમર્થ બનાવી શકે છે જેના કારણે પરિચાલનોમાં વધારો થશે અને વધુ વિકાસ થશે તેમજ તેના પરિણામરૂપે તેમના દ્વારા વધુ અને નિયમિત લાયસન્સ ફીની ચુકવણી થઇ શકશે. પ્લેટફોર્મ સેવાઓ માટેની નોંધણી ફીના કારણે અંદાજે રૂપિયા 12 લાખની આવક થવાની શક્યતા છે. DTH ઓપરેટરો દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વહેંચણીના કારણે દુર્લભ ઉપગ્રહ સંસાધનોનો વધુ કાર્યદક્ષ ઉપયોગ થઇ શકશે અને તેના કારણે ગ્રાહકો પર ખર્ચનું ભારણ ઘટશે. વિસ્તૃત FDI નીતિ અપનાવવાથી દેશમાં વધુ વિદેશી રોકાણ આવશે.

DTH સમગ્ર દેશવ્યાપી સ્તરે પરિચાલન પાત્ર છે. DTH ક્ષેત્ર અત્યંત વધુ રોજગારી સર્જન કરતું ક્ષેત્ર છે. તે સીધા જ DTH ઓપરેટરોને તેમજ કૉલ સેન્ટરમાં રહેલા લોકોને નિયુક્ત કરવાની સાથે સાથે પાયાના સ્તરે પરોક્ષ રીતે પણ મોટી સંખ્યામાં ઇન્સ્ટોલર્સને પણ રોજગારી પૂરી પાડે છે. સુધારેલી DTH માર્ગદર્શિકાઓમાં લાયસન્સનો સમયગાળો લંબાવાયો છે અને રિન્યુ કરવા અંગે સ્પષ્ટતાઓ કરેલી છે તેમજ FDIમર્યાદામાં પણ રાહત આપવામાં આવી છે તેથી DTH ક્ષેત્રમાં ઘણા સારા પ્રમાણમાં સ્થિરતા અને નવું રોકાણ સુનિશ્ચિત થઇ શકશે અને રોજગારી નવી તકોનું પણ સર્જન થઇ શકશે.-PIB

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button