નીતિન ગડકરી દ્વારા ભારતની નંબર 1 બ્રાન્ડ સખિયા સ્કિન ક્લિનિકને મોસ્ટ ટ્રસ્ટેડ સ્કિન ક્લિનિક ચેઇન એવોર્ડ એનાયત થયો
ડો. સખિયા એ 1998 માં ત્વચાની ઉચ્ચ સ્તરની સારવાર પૂરી પાડવા માટે સખિયા સ્કિન ક્લિનિકની શરૂઆત કરી
- સખિયા સ્કિન ક્લિનિક લિમિટેડની દેશભરમાં 29 શાખાઓ આવેલી છે જેમાં 5 લાખથી વધુ દર્દીઓની સંતોષકારક સારવાર કરવામાં આવી છે
અમદાવાદ: દિલ્હીમાં આયોજીત થયેલ ઇન્ડિયન અચિવર્શ એવોર્ડ માં તબીબી, રાજનીતિ, રમતગમત અને બોલિવૂડના સફળ ઉદ્યોગસાહસિકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં સ્કિન ક્લીનીક ક્ષેત્રે સુરતની વિશ્વસ્તરીય અને ભારતની નંબર 1 બ્રાન્ડ સખિયા સ્કિન ક્લિનિકને મોસ્ટ ટ્રસ્ટેડ સ્કિન ક્લિનિક ચેઇન માટે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીના હસ્તે ફાઉન્ડર ડૉ. જગદીશ સખિયાને ઇન્ડિયન અચિવર્શ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ડૉ. જગદીશ સખિયા વિશ્વસ્તરીય સ્કિન ક્લિનિકની ચેઇન ધરાવે છે. જેની અમદાવાદ સહિત ગુજરાત તેમજ ભારતમાં અન્ય રાજ્યોના વિવિધ શહેરમાં 29 શાખા આવેલી છે. ડો. સખિયા એ મુખ્ય ત્વચારોગ વિજ્ઞાની છે, તેમણે 1998 માં ત્વચાની ઉચ્ચ સ્તરની સારવાર પૂરી પાડવા માટે કલીનિકની શરૂઆત કરી હતી. જેમાં 5 લાખથી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી છે અને 3 લાખથી વધુ લેસર પદ્ધતિ થી વાળ દૂર કરવાની પ્રક્રિયા કરવામાં આવી છે.
આ પ્રસંગે ડો. જગદીશ સખિયાએ જણાવ્યું હતું કે ભારતની નંબર 1 બ્રાન્ડ સખિયા સ્કિન ક્લિનિકને હું મારી પ્રેરણા અને મુદ્રાલેખ તરીકે રાખીને, હું મારા જ્ઞાન, અનુભવ અને કૌશલ્યોનો ઉપયોગ કરીને દર્દીઓને સારી સારવાર આપું છું. આ સાથે તેઓ પી.જે. ફાઉન્ડેશન શિષ્યવૃત્તિના સ્થાપક પણ છે, જે જરૂરિયાતમંદ લોકોને મફત સલાહ અને દવાઓ પૂરી પાડે છે. તેઓ અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજી (એ.એ.ડી.), અમેરિકન સોસાયટી ફોર લેસર મેડિસિન એન્ડ સર્જરી (એએસએલએમએસ) અને અન્ય ઘણી આંતરરાષ્ટ્રીય સોસાયટીઓના આંતરરાષ્ટ્રીય ફેલો છે. ડૉ. જગદીશ સખિયાએ ઑસ્ટ્રેલિયામાં એન્ટિ-રિંકલ ઇન્જેક્શન થેરાપી, પેરિસમાં માઇક્રો-ડર્મા અને કેમિકલ પીલિંગ, યુએસએમાં ફેશિયલ રિસરફેસિંગ માટે ફ્રેક્શનલ CO2 લેસર, દુબઇમાં એડવાન્સ ફિલર્સ, ગ્રીસમાં ત્વચા અને વાળ માટે મેસો-થેરાપીની અદ્યતન તાલીમ લીધી છે. બેંગ્લોરમાં સ્ક્લેરોથેરાપી, મલેશિયામાં પ્રકાશ આધારિત IPL ત્વચા સારવાર, ઇઝરાયેલમાં લેસર વાળ દૂર કરવા, યુએસએમાં ત્વચા માટે Q-Switched Nd-Yag લેસર, સ્પેનમાં ત્વચાને કડક કરવા માટે રેડિયો ફ્રીક્વન્સી, અને ઓસ્ટ્રેલિયામાં ત્વચાની વિવિધ સ્થિતિઓ માટે ડર્મા-રોલરની પણ તાલીમ લીધી હતી. જેમની આ સિદ્ધિ બદલ દિલ્હીમાં યોજાનાર ઇન્ડિયન અચિવર્શ એવોર્ડ માં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. જેમાં નીતિન ગડકરી ના હસ્તે ડો. જગદીશ સખિયાને ઇન્ડિયન અચિવર્શ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેના માટે સમાજના વિવિધ વર્ગના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા.