મોટા વરાછા ખાતે ઓક્સિજન સાથે ૪૦ બેડના આઈસોલેશન સેન્ટરનો શુભારંભ
સુરત: કોરોના સંકટમાં સુરતની અગ્રણી સંસ્થાઓ, વ્યાપારી મંડળો, ઉદ્યોગગૃહો સામાજિક જવાબદારી નિભાવવા જાગૃત્ત છે, ત્યારે સાંસદશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ આજરોજ એકતા ગ્રુપ તથા મોટાવરાછા મંડપ એસોસિયેશનના સહયોગથી મોટા વરાછા એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે ઓક્સિજન સાથે ૪૦ બેડના આઈસોલેશન સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
કોરોનાના લક્ષણ ધરાવતા અને જેમના ઘરે આઈસોલેટ થવા અલાયદો રૂમ નથી તેવાં દર્દીઓ માટે આ સેન્ટર વરદાનરૂપ બનશે. આઈસોલેશન સેન્ટર પર દર્દીઓની સારવાર-સેવા માટે ડોકટરો અને મેડિકલ સ્ટાફની સુવિધા, જરૂરિયાત જણાય તો એમ્બ્યુલન્સની વ્યવસ્થા, પૌષ્ટિક ભોજન અને શુદ્ધ પાણી, સમયાંતરે દર્દીઓ સાથે ડોકટરો દ્વારા પરામર્શ જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે.
આ પ્રસંગે ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ડે. મેયર શ્રી દિનેશભાઈ જોધાણી, અગ્રણીશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા ઉપસ્થિત રહ્યા હતા.