હોપ ઓબેસિટી અને સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ઓબેસિટીમાંથી સર્જરી બાદ તંદુરસ્ત થયેલા દર્દીઓમાટે મનોરંજન સંધ્યાનું આયોજન
અમદાવાદ: અનિયમિત ખોરાક અને જંકફુડના કારણે આજના સમયની સૌથી મોટી સમસ્યા હોય તો એ છે, ઓબેસિટી (મોટાપો – મેદસ્વિતા) એકવાર શરીર પર ચરબીના થર જામ્યા પછી એને કાઢવા મુશ્કેલ થઈ જાય. કસરત અને ખાવા પીવામાં પરેજી ન પાળી શકાય એટલે એ વધ્યા જ કરે પણ ટેકનોલોજી ના જમાનામાં બધા ઉપાય હાથવગા છે. બેરિયાટ્રિક સર્જરીથી ઓબેસિટી દૂર તો થાય છે પણ સર્જરી બાદ એકદમ તંદુરસ્ત લાઇફ જીવી શકાય છે એનુ જીવતું ઉદાહરણ એટલે હોપ ઓબેસિટી અને સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ છે. જ્યાં ઓબેસિટીમાંથી સર્જરી દ્વારા સ્વસ્થ થયેલા લોકો માટેઆરજે નિમિષા ના નેતૃત્વમાં’એન્ટરટેઈનમેન્ટ કી શામ આપકે નામ’ નામનું મનોરંજન અને એક્ટિવિટી સેશન અને ગેટ ટુ ગેધર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 100 થી વધુ દર્દીઓએ ભાગ લીધો હતો.
આ એક અત્યાધુનિક સંપૂર્ણ સુવિધાયુક્ત હોસ્પિટલ છે. જે મોર્બીડ ઓબેસિટી માટે અસરકારક સારવારના વિકલ્પો આપે છે. જ્યાં આહાર વિશે ચર્ચા વિચારણા બાદ તમામ પ્રકારની બેરિયાટ્રિક સર્જરીઓ કરવામાં આવે છે. જેવી કે સ્લીવ ગેસ્ટ્રેક્ટમી, ગેસ્ટ્રિક બાયપાસ અને સ્વેલો પિલ વગેરે. આ અંગે હોસ્પિટલના ફાઉન્ડર ડૉ. દિગ્વિજય સિંહ બેદી જણાવે છે કે, આ હોસ્પિટલમાં અનેક લોકોએ મોટાપો દૂર કર્યો છે અને ખુશહાલ જીવન માણી રહ્યા છે. સર્જરી બાદ નોર્મલ અને ખુશહાલ લાઇફ જીવતા લોકો માટે હોસ્પિટલ દ્વારા અનોખા ‘એન્ટરટેઈનમેન્ટ કી શામ આપકે નામ’ નામનું મનોરંજન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. પેશન્ટ ગેટ ટુ ગેધર પ્રોગ્રામ, એક્ટિવિટી અને ડિનર સાથે હોટેલ એવલોન ખાતે આયોજન થયું હતું. જેમાં સર્જરી બાદ તંદુરસ્ત થયેલા દર્દીઓએએક્ટિવિટીમાં ભાગ લીધો હતો અને સ્થૂળતા સામે તેઓએ કેવી રીતે લડાઈ જીતી એ જર્ની પણ શેર કરી હતી.
ડૉ. દિગ્વિજય સિંહ વધુમાં કહે છે, આ મનોરંજન સેશનથી અન્ય દર્દીઓનો આત્મવિશ્વાસ વધશે. જેમણે જીવનમાંથી આશા ગુમાવી દીધી હતી, હવે તેઓ કહી શકે છે કે હમ કિસી સે કમ નહિ. આ ઉપરાંત ઓબેસિટીની સર્જરીને લઇને પણ ઘણી બધી ખોટી માન્યતાઓ જોડાયેલી છે.જેડો. દેવાંશી ચોકસી તેમજ ડો. મયુર પટેલે એ ખોટી માન્યતાનું ખંડન કરીને અહીં વિવિધ એક્ટિવિટી દ્વારા લોકોને સાચો મેસેજ પહોંચાડયો છે. ઓબેસિટી આજના સમયની મોટી સમસ્યા છે પણ એનાથી છુટકારો પણ મેળવી શકાય છે. હોપ એ ખાલી હોસ્પિટલનું જ નામ નથી પણ હોપ ગુમાવી બેઠેલા ઓબેસિટી ધરાવતા લોકો માટે ખરેખર એક હોપ છે.