નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાણનાથ હોસ્પિટલ ખાતે ‘આયુષ’ ઉકાળાનું વિનામુલ્યે વિતરણ
સુરત: શહેરમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આ કપરી પરિસ્થિતિનો સામનો કરવા શહેરનું સ્થાનિક પ્રશાસનને મદદરૂપ થવા વિવિધ સંસ્થાઓ આગળ આવી રહી છે. શહેરની અનેક સંસ્થાઓએ મહાનગરપાલિકાના સહયોગથી રસીકરણ કેમ્પનું આયોજન કર્યું તો અનેક સંસ્થાઓ વિનામૂલ્યે ઉકાળાનું વિતરણ કરી રહ્યા છે.
તા.૧૬ નાં રોજ ‘નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા પ્રાણનાથ હોસ્પિટલ, કતારગામ ખાતે ‘આયુષ’ ઉકાળાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું. ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલના દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ તેમજ હોસ્પિટલનો સ્ટાફ એમ કુલ ૩૦૦ લોકોને ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ભાવેશભાઈ ઝાઝડીયા, ઉપ્રમુખશ્રી ધીરુભાઈ માંડવીયા અને પૂર્વ કોર્પોરેટર નીતાબેન સાવલિયા,યુવા લીડર દર્શનાબેન જાની, ભાવેશ ઠુમ્મર, અને સંજીવની આયુર્વેદની ટીમ ઉપસ્થિત રહી હતી.