શૈક્ષણિક સંસ્થાઓએ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિની અરજી ઓનલાઈન મોકલી આપવી
સુરતઃ ગાંધીનગરની અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ કચેરી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે અનુસૂચિત જાતિના ધો.૧૧ થી ૧૨ તેમજ તમામ કોલેજ/સંસ્થા/યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિ મેળવવા માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા શરૂ છે. જેથી તમામ કોલેજ/સંસ્થા/યુનિવર્સિટી જાતે જ નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, સુરતની કચેરીને ઓનલાઈન મોકલી આપવાની રહેશે અને તેમની હાર્ડ કોપી સાથે એફ.આર.સી. વિદ્યાર્થીઓના ફોર્મ ડોક્યુમેન્ટ, કોલેજની માન્યતા લેટર વગેરે સહિત આ કચેરીએ રજુ કરવાના રહેશે.
ઉપરોક્ત શૈક્ષણિક સંસ્થાના આચાર્યશ્રીએ અંગત રસ દાખવી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની અરજીઓ મોકલી આપવાની રહેશે. અરજી બાબતેની કોઈ રજૂઆતો અત્રેની કચેરીએ મળશે તો તેની સઘળી જવાબદારી સંબંધિત શૈક્ષણિક સંસ્થાઓની રહેશે એમ અનૂસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામકશ્રી ડી.એન.ભજગોતરની યાદીમાં જણાવાયું છે.