પી.પી. સવાણી હોસ્પિટલ દ્વારા “કેન્સર જન જાગૃતિ”નો કાર્યક્રમ યોજાયો
સુરત : ૪ ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઓળખવામાં આવે છે; કેન્સર શબ્દ મેડીકલ ફિલ્ડની અંદર ખુબજ ગંભીર બાબત ગણાતી સારવાર તરીકે જોવામાં આવે છે. કેન્સરના દર્દીઓ દિન પ્રતિદિન ભારતમાં અનેકગણા કેસો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત રાજ્યના સુરત શહેરના વરાછા વિસ્તારમાં વધુ પ્રમાણમાં કેન્સરના દર્દીઓ જોવા મળી રહ્યા છે. હર હંમેશ આરોગ્યની ચિંતા જેમને હોઈ છે તેવા ઈ.એમ. ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પી. પી. સવાણી હોસ્પીટલમાં તાજેતરમાં કેન્સર વિભાગનો શુંભારંભ થયો છે ત્યારે પી. પી. સવાણી હોસ્પિટલ દ્વારા એક વિશિષ્ટ પ્રકારના આયોજન સાથે “કેન્સર જન જાગૃતિ”નો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિશિષ્ટ મહેમાન તરીકે શ્રીમતિ ડો. અમીબેન પટેલ (કેન્સર સ્પેશ્યાલીસ્ટ), ડો. ઘનશ્યામભાઈ વી. પટેલ (MD), શ્રી કાનજીભાઈ ભાલાળા (પ્રમુખશ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ), શ્રી દિનેશભાઈ નાવડિયા ( પ્રમુખશ્રી ધી સધન ચેમ્બર ઓફ કોમર્સ), શ્રી દેવચંદભાઈ કાકડિયા (વૃક્ષપ્રેમી) અને પી પી સવાણી હોસ્પીટલના સ્થાપક ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ પી. સવાણી તેમજ સમાજ ચિંતક વ્યક્તિઓની ઘણી પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
શહેરીજનોને હોસ્પિટલ દ્વારા મેસેજ પણ આપવામાં આવ્યો હતો કે તમામ પ્રકારની કેન્સરની સારવાર માટે વરાછા વિસ્તારમાં સંપૂર્ણ સુવિધા સાથે સજ્જ હોસ્પિટલ આવા કેન્સર પીડિત દર્દીઓને સમયસર યોગ્ય સારવાર અને માર્ગદર્શન મળી રહે તેવા શુભઆશયથી તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડતી રહેશે.