સુરત: અલોહા એકેડમીએ બેટલ ઓફ બ્રેઈન અંતર્ગત પ્લેટિનમ હોલ, સરસાણા ખાતે રાષ્ટ્રીય કક્ષાની અંકગણિત સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, આસામ, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીરના વિવિધ રાજ્યોમાંથી 4 થી 14 વર્ષની વયના 4000 થી વધુ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભાગ લેવા આવેલા 1500 જેટલા વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
બેટલ ઓફ બ્રેઈન સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં દાખલા અને પ્રશ્નોની સંખ્યા 70 થી 120 સુધીની હતી, જેને ઉકેલવા માટે વિદ્યાર્થીઓને માત્ર 6 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો, આ સમયમાં પેપર સોલ્વ કરનાર વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સ્પર્ધાના વિજેતાની જાહેરાત બીજા દિવસે ઇનડોર સ્ટેડિયમમાં યોજાયેલા એવોર્ડ સમારોહમાં રંગારંગ કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી જેમાં દરેક વિદ્યાર્થી અને વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.