સુરત
સુરતમાં વિવિધ સ્થળોએ મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આવી
સૂરતઃ ભારતની આઝાદીના જંગમાં વીર શહીદોએ પોતાના અમૂલ્ય પ્રાણનું બલિદાન આપ્યું છે, એવા ભારતના સપૂત શહીદોની યાદમાં સુરતમાં વિવિધ સ્થળોએ, સરકારી કચેરીઓમાં તેમજ શાળાઓમાં આજ રોજ બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શહીદોની સ્મૃતિમાં આજ તા.30મી જાન્યુ.-શહીદ દિને સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદવીરો પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ કામકાજની અને વાહન વ્યવહારની ગતિ થંભી ગઈ હતી.
સુરતના નાગરિકો, સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડ, કોર્પોરેશન તથા ઉદ્યોગગૃહો મૌનમાં જોડાયાં હતાં. શહીદો પ્રત્યે માનસન્માનની લાગણી વ્યક્ત કરવાં સૌએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.