સુરતમા ચાલસે શ્રી રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ અભિયાન
15 જાન્યુઆરી મકરસંક્રાંતિ થી લઇ ને 27 ફેબ્રુઆરી માઘ પૂર્ણિમા દરમ્યાન આ અભિયાન ચાલવાનું છે
સુરત : આપણે સહુ જાણીયે છીએ કે 492 વર્ષ ના સંઘર્ષ બાદ અયોધ્યામાં પ્રભુ રામચંદ્રજી ના જન્મ સ્થાન પર મંદિર નિર્માણ ની પ્રક્રિયા આગળ વધી રહી છે.
શ્રી રામ ધર્મનું મૂળ સ્વરૂપ છે. તેમને સ્વયં ધર્મ ને જીવી બતાવ્યો છે. આક્રમણકારીઓ દ્વારા રામ મંદિર ધ્વસ્ત કરી હિન્દુ સમાજનું અપમાન કરવાનો પ્રયાસ થયો. હજારો વર્ષ જૂની હિન્દુ સંસ્કૃતિ, જીવનશૈલી તેમજ પરંપરા ને નષ્ટ નાબૂદ કરવાનું એક ષડયંત્ર હતું. તેથી વર્તમાનમાં અયોધ્યામાં શ્રી રામ મંદિર બની રહ્યું છે. જે માત્ર એક મંદિર નથી, પરંતુ ભારતના સ્વાભિમાનને જાગૃત કરનાર મંદિર છે. તેથી જ રામ મંદિર નિર્માણ દ્વારા રાષ્ટ્ર મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
દરેક હિન્દુ પોતાના ઘરે થી 10 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા, પોતાની ક્ષમતા અનુસાર મોટી રાશિ નું સમર્પણ કરી શ્રી રામ મંદિર નિર્માણ દ્વારા બની રહેલ રાષ્ટ્ર મંદિર નિર્માણ માં હનુમાન, અંગદ, વાલી, વાનર કે પછી ખિસકોલી બની, પોતાનું સમર્પણ આપે તેવી અપેક્ષા છે.
15 જાન્યુઆરી મકરસંક્રાંતિ થી લઇ ને 27 ફેબ્રુઆરી માઘ પૂર્ણિમા દરમ્યાન આ અભિયાન ચાલવાનું છે. આ વાત અભિયાન સમિતિ ના દ.ગુ. ના ઉપપ્રમુખ શ્રી નંદકિશોર શર્માએ જણાવી હતી.
સમિતિના સુરત શહેર ના અધ્યક્ષ શ્રી પ્રમોદ જી ચૌધરીના જણાવ્યા અનુસાર સમગ્ર સુરત શહેર શ્રી રામ મંદિર નિર્માણ અભિયાનમાં જોડાવા ઉત્સાહ અને ઉમંગ દર્શાવી રહ્યું છે. સુરતમાં વિવિધ સમાજના અગ્રણીઓ પોતાના સમાજના મોભીઓ સાથે મિટિંગો કરી રહ્યા છે. મિટિંગમાં સમાજના મોભેદારો માંથી કોઈ પાછળ રહેવા માંગતું નથી. શતાબ્દીઓ ના સંઘર્ષ બાદ બની રહેલ આ ભવ્ય મંદિર નિર્માણમાં દરેક હોદ્દેદારો પોતાના મોટા સમર્પણ દ્વારા અગ્રેસર રહેવા ઇચ્છુક છે.
સુરતમાં ડાયમંડ, ટેક્સટાઇલ્સ, બિલ્ડર જેવી વિવિધ ઉદ્યોગ જગતમાં નિધિ સંગ્રહના પ્રયાસો ક્રિયાન્વિત થઈ ગયા છે. સમગ્ર સુરત મંદિર નિર્માણમાં સહભાગી થવા હિલોળે ચડ્યું છે. સુરતના તમામ હોસ્પિટલ, ફેક્ટરીઓ અને મોટા ઉદ્યોગકારોના શ્રમિક સમૂહને પોતાનો એક દિવસનો પગાર શ્રી રામ મંદિરના નિર્માણ માં પોતાના સમર્પણ ના રૂપમાં આપવા માટે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સમિતિ આહવાન કરે છે.
સમિતિના અગ્રણીઓએ વિશ્વના સૌથી મોટા નિધિ સંગ્રહ અભિયાનમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે સુરતના રામપ્રિય હિન્દુ સમાજને રાશિ આપતી વખતે પાવતી / કુપનો માગવાનો આગ્રહ રાખવા જણાવે છે.
આ પ્રેસ વાર્તામાં સુરત સમિતિના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ, ડાયમંડ એસોસીએસનના માજી પ્રમુખ શ્રી બાબુભાઇ ગુજરાતી, આર.એસ.એસ. સુરતના મંત્રી કેતનભાઈ લાપસીવાલા, વી.હી.પરિષદ સુરત મહાનગર ઉપાધ્યક્ષ અને અભિયાન સમિતિના સદસ્ય વિક્રમસિંહજી શેખાવત ઉપસ્થિત રહ્યા હતા.