બિઝનેસ

એસબીઆઇ કાર્ડ અને આઈઆરસીટીસીએ રૂપે પ્લેટફોર્મ ઉપર કો-બ્રાન્ડેડ કોન્ટેક્ટલેસ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું

 

· Irctc.co.in પરથી ખરીદેલી એસી ટિકિટ પર 10% સુધીનું વેલ્યૂ બેકઃ 350 એક્ટિવેશન બોનસ રિવર્ડ પોઇન્ટ્સમુસાફરીછૂટકભોજન અને મનોરંજન ઉપર લાભ

·    એનએફસીએ ટેકનોલોજીથી સજ્જગ્રાહકોને ટેપ અને પેકરવા સક્ષમ બનાવશે

·    રૂપે પ્લેટફોર્મ પર એસબીઆઇ કાર્ડ પોર્ટફોલિયોને મજબૂત બનાવ્યું

 

મુંબઇ એસબીઆઈ કાર્ડ અને ઇન્ડિયન રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (આઈઆરસીટીસી) એ આજે રૂપે પ્લેપ્ટફોર્મ પર આઈઆરસીટીસી એસબીઆઇ કાર્ડ લોન્ચ કર્યું છે. સતત રેલ્વે મુસાફરોને રિવર્ડ આપવા માટે બનાવવામાં આવેલું આ કાર્ડ ઇન્ડિયન રેલ્વે પર મુસાફરોને તેમની મુસાફરી પર મહત્તમ બચતની સાથે સાથે રિટેલજમવાની અને મનોરંજનના લાભો ઉપરાંત ટ્રાન્ઝેક્શન ફીમાં મૂક્તિના પણ વિશેષ લાભ આપે છે.

રૂપે પ્લેટફોર્મ પર આઈઆરસીટીસી એસબીઆઈ કાર્ડના કાર્ડ ધારકોને આઇઆરસીટીસી વેબસાઇટ પરથી બનાવેલી એસી1, એસી2, એસી3, એસી સીસી બુકિંગ પર 10% સુધીનું વેલ્યૂ બેક મળે છે. આ કાર્ડ એક્ટિવેશન પર 1 ટકા ટ્રાંઝેક્શન ફી માફી અને 350 બોનસ રિવાર્ડ પોઇન્ટ્સ આપે છે. કાર્ડ ઉપર પ્રાપ્ત કરાયેલા રિવર્ડ પોઇન્ટ્સને આઈઆરસીટીસી વેબસાઇટ પર ફ્રી ટિકિટની સામે વટાવી કરી શકાય છે.

આ કાર્ડ્સ નિયર ફીલ્ડ કોમ્યુનિકેશન (એનએફસી) ટેકનોલોજીથી સજ્જ છે. ગ્રાહકે સરળ, સુરક્ષિત અને ઝડપી ટ્રાન્ઝેક્શન માટે સિક્યોર રિડર ઉપર માત્ર તેમનું કાર્ડ ટેપ કરવાનું રહેશે.

આ લોન્ચિંગ સાથેએસબીઆઈ કાર્ડ રૂપે નેટવર્ક પર તેના પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યુ છે.

ભારત સરકારના રેલવે તથા વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન શ્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે, અમે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા પહેલ સાથે રેલવેને તમામ ક્ષેત્રોમાં આત્મનિર્ભર બનાવવા માટે કટીબદ્ધ છીએ. આઇઆરસીટીસી-એસબીઆઇ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ રેલવેની મેક ઇન ઇન્ડિયા પ્રવૃત્તિઓ પૈકીની એક છે. સમગ્ર દેશે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ્સની દિશામાં પ્રગતિ કરવી જ જોઇએ અને પેપરલેસ ટ્રાન્ઝેક્શન અપનાવવું જોઇએ. જ્યારે ત્રણ પ્રતિષ્ઠિત અને સ્થાપિત સંસ્થાઓ ભાગીદારી કરે ત્યારે ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયાના સપનાને સરળાથી સાકાર કરી શકાય. મને વિશ્વાસ છે કે રૂપે પ્લેટફોર્મ ઉપર આઇઆરસીટીસી એસબીઆઇ કાર્ડ સમાજના દરેક વર્ગમાં સૌથી લોકપ્રિય પસંદગી બની રહેશે. આ કાર્ડ આપણને આત્મ-નિર્ભર બનાવશે અને હું નાગરિકોને આહ્નાન કરું છું કે તેઓ આગળ આવે અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં તેમનું યોગદાન આપે.

આ પ્રસંગે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ચેરમેન શ્રી રજનીશ કુમારે જણાવ્યું હતું કે, “ભારતમાં રેલ્વે મુસાફરોનું એક બજાર વિશાળ છે અને આવા મુસાફરોની જરૂરિયાતોને પૂરી પાડતા ક્રેડિટ કાર્ડની માટે ઘણી સંભાવના છે. વર્ષ 2006માં લોન્ચ કરાયેલા આઈઆરસીટીસી એસબીઆઈ કાર્ડ,  એસબીઆઈ કાર્ડ તરફથી  શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટ્રાવેલ પ્રોડ્ક્ટ્સ છે. સ્વદેશી રૂપે નેટવર્ક પર આ ફ્લેગશિપ પ્રોડક્ટના લોંચિંગ સાથેવિશાળ પ્રેક્ષકો કાર્ડ દ્વારા ઓફર કરેલા મજબૂત મૂલ્ય દરખાસ્તનો લાભ મેળવી શકશે. આ લોકાર્પણ સાથેએસબીઆઇ કાર્ડ ફરી એકવાર ગ્રાહકોને સુરક્ષિતમૂલ્ય વૃધ્ધિકેશલેસ પેમેન્ટ સોલ્યુશન્સ લાવવાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ આપે છે. “

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એમડીશ્રીમાન દિનેશકુમાર ખારાએ જણાવ્યું હતું કે, “ત્રણ પ્રતિષ્ઠિત ઇન્ડિયન બ્રાન્ડ્સ ઝડપથી વિકસી રહેલાસ્વદેશી રૂપે નેટવર્ક પર આઇઆરસીટીસી એસબીઆઈ કાર્ડ શરૂ કરવા માટે ભેગા થયા છે. આઈઆરસીટીસી એસબીઆઈ કાર્ડ એ આઇઆરસીટીસી સાથેની ભાગીદારીનું એકમાત્ર ક્રેડિટ કાર્ડ છે. રૂપી પ્લેટફોર્મ પર હવે આ માર્કી પ્રોડક્ટની રજૂઆત વપરાશકર્તા આધાર માટે એક શક્તિશાળીવન સ્ટોપ પેમેન્ટ સોલ્યુશન લાવશેજેઓ વારંવાર ભારતીય રેલ્વેના વિશાળ નેટવર્કના માધ્યમથી પ્રવાસ કરે છે. તે એક સુસ્થાપિત તથ્ય છે કે ભારતીય ક્રેડિટ કાર્ડ માર્કેટમાં એસબીઆઈ કાર્ડનો સૌથી વધારેસૌથી વૈવિધ્યસભર કો-બ્રાન્ડ કાર્ડ પોર્ટફોલિયો છે. આ લોન્ચિંગથી ટ્રાવેલ કાર્ડ પોર્ટફોલિયોને વધુ વિસ્તૃત બનાવશે.

એસબીઆઇ કાર્ડના એમડી અને સીઇઓ શ્રી હરદયાલ પ્રસાદે કહ્યું હતું કે, આઇઆરસીટીસી એસબીઆઇ કાર્ડ અમારી વિવિધ ફ્લેગશિપ ઓફર પૈકીની એક છે અને આઇઆરસીટીસી સાથે પાર્ટનરશિપમાં એકમાત્ર ક્રેડિટ કાર્ડ છે. અમને રુપેના પ્લેટફોર્મ પર આઇઆરસીટીસી એસબીઆઇ પ્લેટિનમ કાર્ડ પ્રસ્તુત કરવા એની સાથે પાર્ટનરશિપ કરવાની ખુશી છે. આકર્ષક લાભ પ્રદાન કરતું અને રેલવે પ્રવાસીઓના બહોળા વર્ગને લક્ષ્યાંક બનાવતું આ કાર્ડ રુપે પ્લેટફોર્મ પર અમારા પોર્ટફોલિયોને મજબૂત કરશે. સોશિયલ ડિસ્ટન્સિંગ ન્યૂ નોર્મલ છે એવા વાતાવરણમાં આ નવું કોન્ટેક્ટલેસ કાર્ડ ગ્રાહકોને ઓનલાઇન અને પીઓએસ (પોઇન્ટ ઓફ સેલ) પર ટેપ એન્ડ પેનો ઉપયોગ કરીને સુરક્ષિત અને સલામત રીતે નાણાકીય વ્યવહાર કરવા સક્ષમ બનાવશે. અમે કાર્ડધારકોના વિવિધ સેગમેન્ટને વિશિષ્ટ અને કસ્ટમાઇઝ અનુભવ પૂરો પાડવા સતત પ્રયાસ કરીએ છીએ તેમજ આ લોંચ સાથે અમને મોટા વર્ગની જરૂરિયાતો પૂર્ણ કરવાની આશા છે.

આ ભાગીદારી અંગે ટિપ્પણી કરતાંઆઈઆરસીટીસીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રીએમ.પી.મોલએ જણાવ્યું હતું કે, આઈઆરસીટીસી એ દેશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતા ટ્રાવેલ પોર્ટલ્સ પૈકીનું એક છે અને ભારતમાં રિઝર્વડ ટ્રેન ટિકિટ બુકિંગના લગભગ 72% બિઝનેસનું સંચાલન કરે છે. એસબીઆઈ કાર્ડ સાથેની આ ભાગીદારી તેના લોન્ચિંગ સાથે અમારી પાઘડીમાં વધુ એક કલગી ઉમેરે છે અને રૂપે પ્લેટફોર્મ પર અન્ય કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ / લોયલ્ટી પ્રોગ્રામને વિસ્તૃત કરે છે. તે સતત રેલ્વે મુસાફરો માટે ટ્રેનની ટિકિટ બુકિંગને સરળ બનાવવા માટે અમારી દ્રષ્ટિ સાથે સુસયોજ્જીત છે. આઈઆરસીટીસીની સૌથી મોટી તાકાતએટલે કે ટ્રાફિક અને તેના વફાદાર ગ્રાહક આધારરૂપેની વધતી લોકપ્રિયતા / બજાર હિસ્સેદારી અને એસબીઆઈ કાર્ડની ડિજિટલ ક્ષમતાઓ સાથે મળીને એક મહાન જોડાણ હશે અને આ જોડાણ દ્વારા કાર્ડધારકોના મોટા ભાગમાં પહોંચવાની વિશાળ સંભાવના છે.”

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)ના એમડી અને સીઈઓ શ્રી દિલીપ અસ્બે એ જણાવ્યું હતું કે, “રૂપે પ્લેટફોર્મ પર ઇનોવેટિવ આઈઆરસીટીસી એસબીઆઈ કાર્ડ માટે એસબીઆઈ કાર્ડ અને આઈઆરસીટીસી સાથે જોડાવાનો અમને આનંદ છે. અમારું માનવું છે કે આ કાર્ડ રૂપે ગ્રાહકોને લાઇફ સ્ટાઇલ સેગમેન્ટમાં ખરીદીની સાથે તેમની રેલ મુસાફરીમાં નોંધપાત્ર બચત કરવામાં સક્ષમ બનાવશે. રૂપેની વધતી બજાર હિસ્સેદારી અને ભારતીય ગ્રાહકોમાં લોકપ્રિયતા હાંસલ કરવાની સાથેરૂપે પ્લેટફોર્મ પર આઈઆરસીટીસી એસબીઆઈ કાર્ડરૂપે યુઝર્સને મનોરંજનપૂર્ણ શોપિંગ અનુભવ પ્રદાન કરવા માટેનું વધુ એક પગલું છે.

રેલવેના પ્રવાસ પર વધારાની બચત કરવા IRCTC SBI કાર્ડ ઓનલાઇન ગ્રાહકોને કેટલાંક લાભ પૂરાં પાડે છે. જ્યારે ગ્રાહકો બિગબાસ્કેટ, OXXY, foodfortravel.in, એજિયો વગેરે પર ખરીદી કરે છે, ત્યારે તેઓ આકર્ષક ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. વેલનેસથી લઈને મનોરંજન સુધી રુપે ગ્રાહકોને રોમાંચક લાભ પૂરાં પાડે છે, જેમ કે મેડલાઇફ પર દવાઓ પર 20 ટકા ડિસ્કાઉન્ટ, ફિટરનિટી પર 25 ટકા ઓફ, 1 મહિના હંગામા મ્યુઝિક માટે રૂ. 1, મી એન મોમ્સ પર રૂ. 250ની છૂટ વગેરે સામેલ છે. રુપે એના ગ્રાહકોને વેલ્કમ બેનિફિટ પણ ઓફર કરે છે, જેમ કે, પેથોલોજી પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અને 1 મિલિગ્રામ સુધીની દવાઓની ખરીદી પર 18 ટકા ઓફ, કોઈ પણ અપગ્રેડ કોર્સ પર 10 ટકા ફી માફી, ધ મેન કંપની પર ખરીદી પર રૂ. 250ની છૂટ તથા મામાઅર્થ અને અપોલો ફાર્મસી પર 10-10 ટકાનું ડિસ્કાઉન્ટ.

ગ્રાહકોને ખરીદીનો સંપૂર્ણ અનુભવ પ્રદાન કરવા રુપે કાર્લટ્ન, એરિસ્ટોક્રેટ, વીઆઇપીસ, સ્કાયબેગ અને કાપ્રેસી પર ખરીદી માટે 10 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. રુપે કાર્ડધારકોને મૈન્ત્રા પર રૂ. 300 સુધીની છૂટ, ક્યુમેથ પર 15 ટકા ડિસ્કાઉન્ટ, બાટા પર 25 ટકા ઓફ, રેલ રેસાઇપમાંથી ટ્રેનમાં ઓર્ડર પર 10 ટકા ઓફ અને એડ્ડા247 દ્વારા ઓલ ટેસ્ટ સીરિઝ પર 50 ટકા ઓફ પણ ઓફર કરશે.

 

રૂપે પ્લેટફોર્મ ઉપર આઇઆરસીટીસી એસબીઆઇ કાર્ડની વિશેષતાઓ

·         irctc.co.in પરથી એસી1, એસી2, એસી3, એસી સીસીનુ બુકિંગ કરાવતી વખતે 10 ટકા સુધીની વેલ્યૂ બેક  

·         આઇઆરસીટીસી વેબસાઇટ મારફતે બુકિંગ કરાવતી વખતે 1 ટકા ટ્રાન્ઝેક્શન ફીમાંથી મૂક્તિ

·         350 એક્ટિવેશન બોનસ રિવર્ડ પોઇન્ટ્સ  activation bonus reward points

·         બિગબાસ્કેટ, ઓએક્સએક્સવાય, ફૂડફોર્ટટ્રાવેલ.ઇન, Ajio જેવી ઇ-કોમર્સ સાઇટ ઉપર ડિસ્કાઉન્ટ

·         ફ્રી ટિકટ માટે આઇઆરસીટીસી ઉપર રિવર્ડ પોઇન્ટ્સનું રિડમ્પશન

·         સંપર્ક વગર કાર્ડનો ઉપયોગ કરીને ટેપ કરો અને પે કરો

·         1% ફ્યુઅલ સરચાર્જ માફી

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button