સેનડિસ્ક અલ્ટ્રા® ડ્યુઅલ ડ્રાઈવ લક્ઝ યુએસબી 1ટીબી સુધીની કેપેસીટી સાથે તમારા ટાઈપ સી સ્માર્ટફોન માટે
શું તમે કન્ટેન્ટ હોર્ડર છો અને તમને જૂના પિક્ચર્સને રાખવાનું પસંદ છે? સેનડિસ્કે સ્ટોરેજ અને ડેટા ટ્રાન્સફરની સમસ્યાઓ નિવારવા માટે તેની નવીનતમ ડ્યુઅલ ડ્રાઈવ લોંચ કરી છે. ટાઈપ સી સ્માર્ટફોન્સ માટે 1ટીબીની કેપેસીટી સાથે ઓલ- ન્યૂ સેનડિસ્ક અલ્ટ્રા ડ્યુઅલ ડ્રાઈવ લક્ઝયુએસબી ઈન્ડિયા માર્કેટ માટે લોન્ચ કરવામાં આવી છે.
આજે 40% થી વધુ સ્માર્ટફોનમાં યુએસબી ટાઈપ-સી ઈન્ટરફેસ છે જે ડેટાને ઝડપથી ટ્રાન્સફર કરવા સક્ષમ બનાવે છે. તેથી, સેનડિસ્ક તેના સેનડિસ્ક અલ્ટ્રા® ડ્યુઅલ ડ્રાઈવ પોર્ટફોલિયોમાં એક નવું યુએસબી ટાઈપ-સી મોબાઇલ પેનડ્રાઈવ ઉમેરી રહ્યું છે. સેનડિસ્ક અલ્ટ્રા® ડ્યુઅલ ડ્રાઇવ લક્ઝ યુએસબી ટાઈપ-સી™ એ 2- ઈન- 1 હાઈ- ક્વોલિટી મેટલ ફ્લેશ ડ્રાઈવ છે, જે તેને સફરમાં લઈ જવા અને ડિજિટલ લાઈફ સ્ટાઈલને સંપૂર્ણ રીતે જીવવા માટે વિશાળ સ્ટોરેજ આપે છે. આ એડિશનથી આપણા સેનડિસ્ક અલ્ટ્રા® ડ્યુઅલ ડ્રાઈવ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવે છે, દેશના ગ્રાહકોને નવીન ઉત્પાદનો પ્રદાન કરવા માટે વેસ્ટર્ન ડિજિટલની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.
સ્વીવિલ ડિઝાઈન સાથેનું વિશ્વસનીય સ્ટોરેજ સોલ્યુશન, જે તમારા યુએસબી ટાઈપ-સી™ અને ટાઈપ- એડવાઈસીસ પર કામ કરે છે, સેનડિસ્ક અલ્ટ્રા® ડ્યુઅલ ડ્રાઈવ લક્ઝ યુએસબી ટાઈપ-સી™ મોબાઇલ પેનડ્રાઈવ સ્ટાઈલિશ, સ્લિક અને સીમલેસ છે.
તમારા માટે વધુ કન્ટેન્ટ ક્રિએટ અને કેપ્ચર કરવા માટે બનાવેલ છે, હાઈ કેપેસીટી સ્ટોરેજ સોલ્યુશન યુએસબી ટાઈપ-સી સ્માર્ટફોન, ટેબ્લેટ્સ, લેપટોપ અને કમ્પ્યુટર્સ વચ્ચેના કન્ટેન્ટને સરળતાથી ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે. સ્ટાઈલિશ ઓલ-મેટલ બોડીમાં પેક કરાયેલ,હાઈ-પરફોર્મન્સ યુએસબી 3.1 જેન 1 ડ્રાઈવ 150એમબી / s.2 સુધીની રીડ સ્પીડ પ્રદાન કરે છે.
હવે તમે વધારે ફોટા લઈ શકો છો અને તમારા બધા ડિવાઈસીઝ પર તેમને એક્સેસ કરી શકો છો!
સ્વીવેલ ડિઝાઇનમાં સ્ટાઈલિશ મેટલ બોડીની સુવિધા છે જેમાં કીરીંગ હોલ છે જે તમને તમારા આકર્ષક ડિવાઈસને કેરી કરી શકે છે અને તમારી ફાઇલોને એક્સેસ કરી શકે છે. ઓલ- મેટલ બોડી કનેક્ટર્સને સુરક્ષિત કરવામાં મદદ કરે છે જે તેને વધુ ડ્યુરેબલ અને સ્ટડિયર બનાવે છે.
તમારી ફાઈલ્સને ટ્રાન્સફર કરવામાં જે સમય લાગે છે તે સમસ્યાનો સામનો ફરી નહિ કરવો પડે! પેન ડ્રાઈવમાં 2-ઈન-1 ફ્લેશ ડ્રાઈવ છે જે તમને તમારા યુએસબી ટાઈપ-સી સ્માર્ટફોન, ટેબ્લેટ્સ અને મેક્સ અને યુએસબી ટાઈપ-એ કોમ્પ્યુટર્સ વચ્ચે સરળતાથી ફાઈલોને મૂવ કરવાની મંજૂરી આપે છે.
તેની 150એમબી/s રીડ સ્પીડ સાથે, તમારે તમારી ફાઈલોને મૂવ કરવાકલાકો સુધી રાહ જોવી પડશે નહીં. કોઈપણ મહત્વપૂર્ણ ફાઈલ ક્યારેય ન ગુમાવવાની ખાતરી પણ થશે.સેનડિસ્ક ડ્યુઅલ ડ્રાઈવ લક્ઝ યુએસબી ટાઈપ-સી પેન ડ્રાઈવનો ઉપયોગ કરીને જે સેનડિસ્ક મેમરી ઝોન એપ્લિકેશનનો ઉપયોગ કરીને આપમેળે ફોટાઓનો બેક અપ લે છે, જેનાથી તમે હંમેશા તમારો ડેટા સુરક્ષિત અને એક જ જગ્યાએ રાખી શકશો! ડિવાઈસ નીચેના વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ છે- 32જીબી, 64જીબી, 128જીબી, 256જીબી, 512જીબી અને 1ટીબી, 32જીબી વર્ઝન માટે રૂ. 849 અને 1ટીબી વર્ઝન માટે રૂ.13,529ની પ્રારંભિક કિંમત સાથે. ડિવાઈસનું બીજા વેરિયંટ, સેનડિસ્ક અલ્ટ્રા® ડ્યુઅલ ડ્રાઈવ એમ 3.0 નો ઉપયોગ તમારા એન્ડ્રોઈડ™ સ્માર્ટફોન અથવા ટેબ્લેટને તમારા લેપટોપ, પીસી અથવા મેક કોમ્પ્યુટરર પર ટ્રાન્સફર કરવા માટે કરી શકાય છે.