સચિવાલય ખાતે આવેલા ઇ-સંજીવની ઓપીડીના હબની મુલાકાત લેતાં રાજયના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ
ઇ-સંજીવની એપનો અત્યાર સુધી માં કુલ ૧,૯0,000 થી વધુ અને ટેલીમેડીસીન દ્વારા કુલ ૩૭,૦૦૦ થી વધુ દર્દીઓ લાભ લીધો
ગાંધીનગર : ગુજરાત રાજય દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે આવેલા ઇ-સંજીવની ઓપીડીના હબની મુલાકાત આજરોજ રાજયના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમે લીધી હતી. અત્યારની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લેતાં કોરોનાથી સક્રમિત દર્દીઓ જેઓ ઘરે રહીને સારવાર મેળવી રહ્યા છે. તેમને સારવાર અને સલાહ મળી રહે તેવી સુચારું વ્યવસ્થા ગોઠવાનું પણ રાજયના મુખ્ય સચિવએ જણાવ્યું હતું.
ઇ- સંજીવની ઓપીડી એ ભારત સરકાર દ્વારા CDAC મોહાલીના સપોર્ટ થી દર્દીઓને ડોક્ટરને જે.ડતી એક એપ છે જેની મદદથી દર્દી તેમાં નામાંકન કરાવી અને ટોકન મળે તે નાખીને સીધા ડોક્ટર સાથે ઓડિયો અને વિડીયોથી જોડાય છે ડોક્ટર દ્વારા દર્દીઓનો પ્રશ્ન પૂછી અને નિદાન અને સારવાર નક્કી કરવામાં આવે છે.આ નક્કી કરેલ સારવાર અને સલાહ એસએમએસ દ્વારા દર્દીને મળી જાય છે. આ સારવાર અને સલાહ નો સંદેશો કોઈપણ સરકારી દવાખાનામાં લઈ જવાથી તેમને નિશુલ્ક દવાઓ અને જરૂરી તપાસ કરી આપવામાં આવે છે. આ સેવા ડોક્ટર – ડોક્ટર અને દર્દી -ડોક્ટરોને જોડીને પણ આપવામાં આવે છે.
ઇ-સંજીવની ઓપીડી એ એન્ડ્રોઇડ ફોનમાં પ્લેસ્ટોરમા પર ઉપલબ્ધ છે અને એપ ખૂબ જ સરળતાથી કોઇ પણ વ્યક્તિ વાપરી શકે તેમ છે ગુજરાત સરકારે પણ એ સંજીવની એપનો ઉપયોગ કરવાનું નક્કી કરેલ છે. તારીખ ૧૪/૦૯/૨૦૨૦ થી ગુજરાત રાજ્યમાં આ એપ નો અમલી કરવામાં છે ગુજરાતમાં ડોક્ટર તરીકે ર૧૬૮ તબીબો જોડાયા છે જેમાં ફિઝિશિયન, સર્જન, ગાયનેકોલોજિસ્ટ,સ્કીન સ્પેશિયાલિસ્ટ, પીડીયાટ્રીશીયન, ઓપ્ટેલમોલોજીસ્ટ, ઇ.એન.ટી. સર્જન તથા જનરલ ફિઝિશિયન પ્રેક્ટિશનર સમાવેશ કરવામાં આવેલ છે. અત્યાર સુધી માં આ એપ દ્વારા કુલ ૧,૯0,000 થી વધુ અને ટેલીમેડીસીન દ્વારા કુલ ૩૭,૦૦૦ થી વધુ દર્દીઓ લાભ લીધો છે.
આ સેવાનો ઉપયોગ કરવાથી છેવાડાના ગામો સુધી તજજ્ઞોની સેવાનો લાભ નિશુલ્ક મળી શકે છે જિલ્લા લેવલની હોસ્પિટલો અને અન્ય મોટી હોસ્પીટલોમાં સામાન્ય બીમારી ના દર્દી ન જાય તેથી ભીડ ઓછી થાય અને જેને જરૂર હોય તેને ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડી શકાય છે અત્યારે કોરોના ના સમયમાં ઓછી ભીડ હોવાથી તેનો ફેલાવો થતો પણ અટકાવી શકાય છે. વૃદ્ધ વ્યક્તિઓને ઘરે બેઠા સારવાર લેવાથી તેમના સંક્રમણને લીધે થતાં મરણનાં પ્રમાણમાં ઘટાડો કરી શકાય છે દર્દીઓએ ઇ-સંજીવની ઓપીડી નો લાભ લેવા થી પોતાના સ્વાથ્ય માટે થતા ખર્ચ પણ ઓછો કરી શકાય છે. ભવિષ્યમાં તેઓ વ્યાપ વધારી અને સુપર સ્પેશ્યાલિટી જેવા કે હૃદયરોગ નિષ્ણાત, કિડની નિષ્ણાત તથા કેન્સરના નિષ્ણાંતોને પણ ઉપલબ્ધ કરાવી શકાશે ઉપરાંત જેલો, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમો આંગણવાડીઓ, શાળાઓમાં ફોનની મદદથી સારવાર આપી શકાય છે અને સારવારમાં પડતી અગવડો ઘટાડી શકાય છે સ્વસ્થ સમાજની રચના માટે આ કિફાયતી રસ્તાનો લોકો વધુમાં વધુ લાભ લે એવી અપીલ કરવામાં આવે છે.
આ મુલાકાત દરમ્યાન આરોગ્ય કમિશનર, મહિલા અને બાળ વિકાસ કમિશનર અને એન.એચ.એમના મિશન ડાયરેકટરશ્રી ઉપસ્થિત રહ્યા હતા.