અલ્કેમી શાળાની શૈક્ષણિક ક્ષેત્રે ઝળહળતી સફળતા : વાણિજ્ય પ્રવાહમાં સિટી ટોપર બની નિકિતા બંસલ
સુરત : સુરતની અલ્કેમી શાળાના વિદ્યાર્થીઓ 100% પાસ સાથે સીબીએસઈ બોર્ડના બારમાં ધોરણનાં પરીક્ષાના પરિણામમાં ઉડતા રંગ સાથે બહાર આવ્યા છે. વાણિજ્ય પ્રવાહમાં સિટી ટોપર એલ્કેમી શાળામાં બારમાં ધોરણના વાણિજ્ય વિભાગમાં અભ્યાસ કરતી નિકિતા બંસલ એ 97.6 પ્રાપ્ત કર્યા છે. તેણીએ તમામ વિષયોમાં એ-1 ગ્રેડ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. તેણીએ અંગ્રેજી-95, અર્થશાસ્ત્ર-98, શારીરિક શિક્ષણ-100, વ્યાપાર અધ્યયન-98 અને આંકડાશાસ્ત્ર-97 ગુણ પ્રાપ્ત કરી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. વિજ્ઞાન પ્રવાહમાં, શાળાના ટોપર દિવ્યાંશ બાલિસ્ટર વર્માએ 95.40% પ્રાપ્ત કર્યા છે.
શાળામાં કુલ 47 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 27 વિદ્યાર્થીઓએ ડિસ્ટીંકશન અને 18 વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગ સાથે ઉતીર્ણ થયા. તે પૈકી વાણિજ્ય પ્રવાહમાં 15 વિદ્યાર્થીઓ ડિસ્ટીંકશન સાથે અને 13 વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગ સાથે ઉતીર્ણ થયા. જયારે વિજ્ઞાન પ્રવાહમાં 12 વિદ્યાર્થીઓ ડિસ્ટીંકશન અને 5 વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગ સાથે ઉતીર્ણ થયા. આમ શાળાએ કુલ 27 ડિસ્ટીંકશન અને 18 પ્રથમ વર્ગ સાથેના વિદ્યાર્થીઓ દ્વારા તેના ગૌરવમાં વધુ એક પીંછા ઉમેર્યા છે.
શાળા મેનેજમેન્ટે તમામ વિદ્યાર્થીઓને આ વર્ષે તેમનો લાજવાબ ટ્રેક રેકોર્ડ જાળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.